જુલાઇ 26, 2025 7:15 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ગુજરાતમાં સુરત શહેર મોટું યોગદાન આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ગુજરાતમાં સુરત મોટું યોગદાન આપશે. શહેરી વિકાસ વર્ષની આ વર્ષની ઉજવણીમાં સુરત સ્વચ્છતા, ટકાઉપણા અને સર્વગ્રાહી વિકાસથી વૈશ્વિક કક્ષાનું શહેર બને તે માટે દરેક નાગરિકની ભાગીદારી ઘણી જરૂરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના 435 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
શ્રી પટેલે સ્વચ્છ શહેર, સુરતના લોકોને ઉત્તમ માળખાગત અને પાયાની સુવિધા વધુ સુદ્રઢ થાય તે માટે મહાનગરપાલિકાના પ્રયાસની પણ પ્રશંસા કરી. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે શ્રી પટેલે કારગિલ યુદ્ધમાં બલિદાન આપનારા વીર જવાનોને તેમણે વંદન કર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલે, સુરતનો વિકાસ સમગ્ર દેશ માટે દિશાસૂચક બન્યો હોવાનું જણાવ્યું. તેમણે સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.