જુલાઇ 25, 2025 3:35 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ માટે મોબાઇલ મેડીકલ યુનિટના અમદાવાદથી લોકાર્પણ કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ માટે મોબાઇલ મેડીકલ યુનિટના અમદાવાદથી લોકાર્પણ કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી વર્ષ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત શાખા અને આરઈસી ફાઉન્ડેશન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન ડૉ.અજય દેસાઈએ જણાવ્યુ હતું કે આ પહેલ દ્વારા આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે આરોગ્ય સેવા પહોંચાડવાનું સપનું સાકાર થશે.