જુલાઇ 24, 2025 3:42 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે આયોજિત સમારોહમાં 358 કરોડ રૂપિયા કરતાં વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું… ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, વીજળી અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા કાર્યોની રૂપરેખા આપી હતી..છેવાડાના માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા પ્રતિબદ્ધ હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આજે નડાબેટનો વિકાસ થઇ રહયો છે લોકો માટે પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બનશે..