ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 7:49 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બનાસકાંઠા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાશે.
રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરત, ઋષિકેશ પટેલ મહેસાણા, રાઘવજી પટેલ જૂનાગઢ, બલવંતસિંહ રાજપૂત કચ્છના ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જ્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અમરેલી, મૂળુભાઈ બેરા, ડૉ. કુબેર ડિંડોર સાબરકાંઠા અને ભાનુબેન બાબરિયા ગીર સોમનાથમાં સ્વતંત્રતા દિવસ ઉજવશે.
ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને તમામ જિલ્લાના કલેક્ટર વિવિધ જિલ્લામથકોએ ધ્વજવંદન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ