મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નાગરિકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહી છે. પાટણના સાંતલપુર તાલુકામાં આજે અંદાજે 110 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ શ્રી પટેલે આ વાત કહી. દરમિયાન તેમણે અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટર્સને તમામ કામ ગુણવત્તાસભર કરવા ટકોર કરી હતી.
આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે વિવિધ યોજનાના 44 લાખ રૂપિયાના સહાયના ચૅકનું વિતરણ તેમજ નવનિયુક્ત શિક્ષકોને નિમણૂકના હુકમો પણ એનાયત કરાયા.
Site Admin | જુલાઇ 18, 2025 6:23 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટર્સને ગુણવત્તાસભર વિકાસકાર્યો કરવા ટકોર કરી