જુલાઇ 16, 2025 2:44 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ. આ બેઠકમાં વિવિધ બ્રિજની ચકાસણી અને તપાસની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં રોડ રસ્તાના સમારકામની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત વરસાદ અને જળાશયોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આજે યોજાયેલી બેઠકમાં આગામી વિધાનસભાના ચોમાસું સત્રની તારીખો તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિવિષયક નિર્ણયો સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી.