જુલાઇ 15, 2025 6:51 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની CM ડેશબોર્ડ મારફતે સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની સઘન સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે કરી હતી. તેમણે અધિકારીઓને આ કામગીરી ઝડપથી કરીને નાગરિકોની સમસ્યા ઉકેલવા અધિકારીઓને સૂચનાઓ આપી.
મુખ્યમંત્રીએ મરામત કામોની સાઈટ વિઝિટ કરીને કામગીરીની ગુણવત્તા ચકાસવા દિશાનિર્દેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય ચોવીસ કલાક યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે.
રાજ્યનાં માર્ગો અંગે ફરિયાદ કરવા શરૂ કરવામાં આવેલી ‘ગુજમાર્ગ’ એપ પર ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશનની સંખ્યા 164 ટકા વધી છે.