મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના મુદ્દે ચર્ચા થઈ. આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે પૂલ તૂટી પડવા અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી પ્રાથમિક અહેવાલ માંગ્યો છે. મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી. જેમાં રાજ્યમાં અન્ય જર્જરિત બ્રિજની વિગતો પણ રજૂ મંગાવવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 9, 2025 3:58 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના મુદ્દે ચર્ચા થઈ.