મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ સ્વસહાય જૂથ અને સખીમંડળોને લૉન—ધિરાણ આપવાની પ્રક્રિયાને વેગવાન બનાવવા સહકારી બૅન્કોને અનુરોધ કર્યો. ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન હેઠળ લૉન સહાય કામગીરીની સહકારી બૅન્કોના અધ્યક્ષો સાથે સમીક્ષા કરતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે સહકારી બૅન્કોને જિલ્લા સ્તરે કૅમ્પ યોજવા તેમજ દર ત્રણ મહિને સમીક્ષા બેઠક યોજવા દિશા-નિર્દેશ પણ આપ્યા.
રાજ્યમાં હાલમાં બે લાખ 84 હજાર જેટલા સ્વસહાય જૂથ કાર્યરત્ છે. 2025-26 વર્ષમાં 88 હજાર 200 સહાય જૂથને એક હજાર 240 કરોડ રૂપિયાની લૉન-ધિરાણ આપવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધી 13 હજાર જૂથને ધિરાણ અપાયું છે. આ સ્વસહાય જૂથોને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન- N.R.L.M હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ 20 લાખ સુધીનું ધિરાણ આપવાની જોગવાઈઓ છે. ગુજરાત લાઈવલિ પ્રમૉશન કંપની ગ્રામીણ સ્વ સહાય જૂથોને લોન -ધિરાણ મેળવવામાં મદદ કરે છે.
Site Admin | જુલાઇ 8, 2025 7:54 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ સ્વસહાય જૂથ અને સખીમંડળોને ધિરાણની પ્રક્રિયા વેગવાન બનાવવા સહકારી બૅન્કોને અનુરોધ કર્યો