મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસાના કારણે માર્ગ, ધોરીમાર્ગ અને બ્રિજની સ્થિતિ અંગે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠકમાં શ્રી પટેલે વિભાગોને તાકીદ કરી હતી કે જવાબદારીના સમયગાળામાં નુકસાનગ્રસ્ત થયેલા કામોને પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરની રહેશે.
અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે નગરપાલિકાઓ–મહાનગરપાલિકાઓના રસ્તા, અન્ડરબ્રિજના પ્રશ્નો અંગે પણ તાત્કાલિક ધ્યાન અપાય અને લોકોને કામો થતાં દેખાય તેવી કામગીરી માટે શ્રી પટેલે સુચના આપી હતી.
આ ઉપરાંત તેમણે ગુણવત્તાયુક્ત કામ કરનારા કોન્ટ્રાક્ટરોને કામ સોંપવા અનુરોધ કર્યો
Site Admin | જુલાઇ 7, 2025 3:12 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસાના કારણે માર્ગ, ધોરીમાર્ગ અને બ્રિજની સ્થિતિ અંગે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી