મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સચિવાલય પરિસરમાં કાચની બોટલમાં પાણી મળી શકે તેવા સુવિધા કેન્દ્રનો આરંભ કરાવ્યો. આ સુવિધા અંતર્ગત હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં “સખી નીર”ના નામથી પીવાનું પાણી આપવામાં આવશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે આ સુવિધા શરૂ થતાં સચિવાલય પરિસરમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ થશે અને નજીવા દરે કાચની બોટલમાં અપાશે.
માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પ્રકલ્પમાં અપનાવાયેલી ટેકનોલોજી વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ અને તેમની ટીમે વિકસાવેલી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાચની બોટલના પરિવહન માટે ઈ-રિક્ષાને પણ લીલીઝંડી આપી હતી.
Site Admin | જુલાઇ 2, 2025 7:07 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સચિવાલય પરિસરમાં કાચની બોટલમાં પાણી મળી શકે તેવા સુવિધા કેન્દ્રનો આરંભ કરાવ્યો