ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 7:47 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે.
૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કરેલા પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના સાડાસાત દાયકા પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકદમ ભરી રહ્યો છે અને ભારતને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થવા જઈરહ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિકાસ ભી વિરાસત ભી’ આ સૂત્રને ગુજરાતે સાકાર કર્યુ છે અને નવા નવા ક્ષેત્રોમાં નવા સીમા ચિન્હ હાંસલ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ગુજરાત પુનઃપ્રાપ્યઉર્જા ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે. દેશની પહેલી સેમી કન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે. ઉદ્યોગોને પરિણામે રાજ્યનાં યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આકાશવાણી પરથી રાત્રે સવા નવ વાગ્યે મુખ્યમંત્રીનો આ પ્રજાજોગ સંદેશ પ્રસારિત કરાશે.
મુખ્યમંત્રી આવતીકાલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ધ્વજવંદન કરશે. આ પહેલા તેઓ આજે નડિયાદ પહોંચ્યા હતા શ્રી પટેલે સૌપ્રથમ વખત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લઈ તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી.
નવી દિલ્હી ખાતે આવતીકાલે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ભારત સરકાર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. સરકારે આ ઉજવણીમાં ભાગ લેવા રાજ્યનાં 2 સહિત દેશભરમાંથી 72 આશાવર્કર બહેનો અને સહાયક નર્સ સુયાણી – ANMને આમંત્રિત કર્યાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ