કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે “ખેલો ભારત નીતિ 2025”ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ નીતિની પ્રશંસા કરતાં કહ્યું, ભારતને રમતગમત ક્ષેત્રમાં વિશ્વના ટૉચના પાંચ દેશમાં સ્થાન અપાવવાના લક્ષ્યની સાથેની આ નીતિ અંતર્ગત દેશમાં રમતગમતને જન-અભિયાન બનાવવાની દિશામાં કામ થશે.
શ્રી પટેલે ઉમેર્યું, ઑલિમ્પિક 2036ને લઈ વિશ્વ કક્ષાનું માળખું અને તાલીમની વ્યૂહરચના પણ તૈયાર કરાશે. રાજ્યમાં સશક્ત રમતગમત માળખાનો વિકાસ થઈ રહ્યો છે અને રાજ્ય ઑલિમ્પિક 2036ની યજમાનીની તૈયારી કરી રહ્યું છે.
ખેલો ભારત નીતિ રાજ્યના આ પ્રયાસને નવું બળ આપશે અને દેશને વિશ્વના રમતગમત ક્ષેત્રમાં આગળ બનાવવાની દિશામાં ગુજરાત પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તેવો વિશ્વાસ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો.
Site Admin | જુલાઇ 2, 2025 8:23 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલો ભારત નીતિ રાજ્યના પ્રયાસને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો