જુલાઇ 1, 2025 7:06 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું હતું.
આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પ્રસંગે સ્થાપિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ, કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશે. આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.
આ પ્રસંગે આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર ૧૦૪ કાર્યરત કરવામાં આવ્યો છે, તેમજ PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે કાઉન્સેલિંગ, ટેલિમેડિકલ એડવાઈઝ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનાં આયુષ સૂચનો, ઘેર બેઠા દર્દીનું તબીબ સાથે કોન્ફરન્સીંગ કોલ થકી કન્સલ્ટેશન, મેડિસીન,લેબ ટેસ્ટ અને SMS દ્વારા ઈ-પ્રિસ્ક્રીપ્શન સુવિધા પૂરી પાડવામાં આવશે.