મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરાવી હતી. કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા આ અભિયાન દેશભરમાં ૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર સુધી યોજાશે.
આ અભિયાન હેઠળ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પુખ્ત વયના લોકો માટે જન ધન ખાતા ખોલાવવા, હાલના જન ધન ખાતાઓ માટે ફરીથી KYC પૂર્ણ કરવું અને ડીજીટલ છેતરપિંડી જેવા વિષયોને આવરી લેવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વીમા સુરક્ષા યોજનાના લાભાર્થીઓને બે લાખ રૂપિયાનાં મૃત્યુ સહાય ચેક અને જનધન યોજનાની પાસબુકનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ અને મુખ્યસચિવ પંકજ જોષી ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જુલાઇ 1, 2025 3:37 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરાવી