જૂન 28, 2025 8:52 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના કુરન ગામે બાળકોને શાળા પ્રવેશ કરાવશે. ગઈકાલે કચ્છ કાર્નિવલનું ઉદઘાટન કર્યુ જ્યારે કચ્છની સરહદે ખડે પગે રહેતા બીએસએફના જવાનો સાથે સંવાદ સાઘ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત આજે ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે.ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છી નવા વર્ષ અષાઢી બીજે ભુજ ખાતે કચ્છ કાર્નિવલમાં સાંજે સહભાગી બની કચ્છીયત કલાને માણી હતી.કચ્છ કાર્નિવલનો આરંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માડુઓ સાથે અષાઢી બીજ ઉજવી હતી. ભુજના હમીરસરકાંઠે કચ્છના બે હજાર પાંચસોથી વધુ કલાકારોએ 62 ફ્લોટ સાથે કચ્છી કળાને રજૂ કરી હતી.રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજનના પ્રકલ્પો થકી કચ્છ ભારતનું પાવર હાઉસ બની અર્થતંત્રમાં મોટું યોગદાન આપશે તેમ જણાવ્યું હતું.
કચ્છની મુલાકાતે પહોચેલા મુખ્યમંત્રીએ સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.BSF ખાવડા બીઓપી ખાતે ૮૫ બલૂચ વિજેતા બટાલિયનના જવાનો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધીને તેમની સાથે ભોજન લીધું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.