ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કુલ 197 ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કુલ 197 ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો. તેમણે શાળાની આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, પહેલા ધોરણમાં 48 બાળકોને શાળામાં આવકાર્યા. તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાં શાળાના નવ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા.
ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે આવેલી દિપદર્શન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદીએ કુલ 352 વિદ્યાર્થીનો શૈક્ષણિક કીટ આપીને ‘શાળા પ્રવેશોત્સવ’ કરાવ્યો.