જૂન 18, 2025 11:49 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જનજીવનને થયેલી અસરની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તમામ જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કૉન્ફરન્સ યોજી. દરમિયાન શ્રી પટેલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવી. મુખ્યમંત્રી ગઈકાલે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, NDRF, તટરક્ષકના અધિકારીઓ સાથે બેઠક યોજી તંત્રની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા કરી.રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું, અત્યાર સુધીમાં 12 NDRFની ટુકડી વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપતિના સમયે નાગરિકોના બચાવ માટે વિવિધ જિલ્લામાં મોકલવામાં આવી છે. ઉપરાંત રાજ્યના 20 જિલ્લામાં SDRFની ટુકડી પણ તહેનાત કરવામાં આવી છે.