મે 27, 2025 7:00 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલાઈ ગઈ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી તથા શહેરી વિકાસ વર્ષ 2025ના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલી દીધી છે. તેમણે કહ્યું, શ્રી મોદીએ શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી રાજ્યના શહેરી વિકાસને નવી દિશા આપી છે. તેના પરિણામે રાજ્યના નગરો અને મહાનગરોમાં નગરવિકાસના કામનો નવો અધ્યાય શરૂ થયો છે.મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું, ગિફ્ટ સિટી, ડ્રિમ સિટી, સાબરમતી રિવરફ્રન્ટ, BRTS અને મૅટ્રો સહિત શહેરોને આગવી ઓળખ આપતી પ્રતિકાત્મક પરિયોજના એ રાજ્યના આધુનિક શહેરીકરણની ઓળખ બની ગઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.