મે 23, 2025 7:27 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ બંધ ખાતે રાજ્યના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ બંધ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો. તેમણે એડવેન્ચર ઝોનનું પણ ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે શ્રી પટેલે સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો. તેમણે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લીધી. 45 દિવસ સુધી ચાલનારા આ એડવેન્ચર ફેસ્ટમાં પાવર બોટ, પેરાસેઇલિંગ, રોક ક્લાઈમિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ સહિતની 10 એડવેન્ચર એક્ટિવિટીઝ આકર્ષણ જમાવશે.
આ પ્રવાસ દરમિયાન શ્રી પટેલે રાજ્યના કેટલાક પ્રતિભાશાળી યુવાનો સાથે વાતચીત પણ કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.