ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 19, 2025 7:51 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગર ખાતે 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્યના છેવાડાના ગામો સુધી રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મહેસાણાના વિસનગરમાં 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે એક હજાર 20 કરોડ રૂપિયાના ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર પ્રૉજેક્ટ શરૂ કરાયો છે.

આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે વિસનગર બાયપાસ રોડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના વળતરના ચેક જમીનધારક ખેડૂતોને અર્પણ કર્યાં હતા તેમજ આ વિસ્તારના ક્ષયના દર્દીઓને નિ:ક્ષય કીટ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ઉમતા-દેણપ રોડ ખાતે તેમણે શ્રી કમલ-સંધ્યા ‘અપના ઘર’ આશ્રમ-ઉમતાનું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થી રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ