મે 17, 2025 3:12 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં લપકામણ ગામથી અદાણી શાંતિગ્રામ સુધીની બાઇક રેલીમાં જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં લપકામણ ગામથી અદાણી શાંતિગ્રામ સુધીની બાઇક રેલીમાં જોડાયા હતા. શ્રી પટેલે આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો. ઓપરેશન સિંદૂરને વધાવવા યોજાયેલી આ બાઇક રેલીમાં ભારત માતાનો અવિરત જયઘોષ – હિંદની સેનાના પરાક્રમના પુષ્પોથી વધામણા કરાયા હતા. લપકામણ, લીલાપુર, ખોડીયાર અને આસપાસના ગામોના સેંકડો યુવાનોએ ઉત્સાહભેર આ બાઇક રેલીમાં ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.