મે 2, 2025 7:08 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં 1156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીની શતાબ્દી સુધીના કર્તવ્યકાળમાં ગુજરાતને સર્વાંગી વિકાસમાં અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વડોદરામાં એક હજાર 156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે, શ્રી પટેલે જણાવ્યું કે સરકારે વર્ષ 2025થી 2035ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક જયંતી મહોત્સવ તરીકે ઉજવવાનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેમણે જણાવ્યું કે સી-295 એરક્રાફ્ટ ઉત્પાદનથી વડોદરા શહેર વિશ્વના વિમાન ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક નકશા ઉપર અંકિત થયું છે.