ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 23, 2025 9:19 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને આઇસીએઆઇ મીટ યોજાઇ

સીએમના અધ્યક્ષ સ્થાને આઇસીએઆઇ મીટ યોજાઇ  ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદ રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે CA મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CA મેમ્બર્સ મીટમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ ICAI પ્રમુખ  ચરણજોતસિંહ નંદા, ઉપપ્રમુખ પ્રસન્ના કુમાર ડી, ICAI ભૂતપૂર્વ પ્રમુખ  અનિકેત તલાટી,  બ્રાન્ચના સભ્યો, ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતને ભારતનું નાણાકીય પાટનગર બનાવવાની દ્રષ્ટિ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ સપનાને સાકાર કરવાના મુખ્ય શિલ્પકાર બનશે.  દેશમાં ફાઇનાન્સિયલ ડિસિપ્લિન આવી છે, જેના કારણે દેશ વિકાસના માર્ગં ઝડપથી ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા આગેકૂચ કરી રહ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે  ‘એક દેશ એક કર’ના મંત્ર સાથે જી.એસ.ટી લાગુ થતાં દેશના કરમાળખામાં રહેલી 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ