એપ્રિલ 19, 2025 9:52 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વેપાર-ઉદ્યોગમાં સરળીકરણની નીતિ અને વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વેપાર-ઉદ્યોગમાં સરળીકરણ માટેની નીતિઓ અને વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત વિકાસનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે. વિશ્વભરના રોકાણકારોની પ્રથમ પસંદગી ગુજરાત છે. અમદાવાદ ખાતે ગઈ કાલે યોજાયેલા ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વ્યવહારૂ નાણાકીય વ્યવસ્થાપનમાં અગ્રેસર બન્યું છે. તેમણે જણાવ્યું કે,આર્થિક અને સામાજીક જીવનની ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી એટલે કે આઈ.પી. તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટાન્ટ- સીએ સમુદાયનું મહત્વનું યોગદાન રહેશે. સીએનો વ્યવસાય આજે નાણાં વ્યવસ્થાપન પૂરતો સીમિત નથી. તેઓ વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જી.એસ.ટી. લાગુ થવાથી દેશના કરમાળખામાં રહેલી ક્ષતિઓ દૂર થઈ છે વિકાસને ખૂબ મોટો વેગ મળ્યો છે.