મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડોક્ટર ખ્યાતિ પુરોહીત દ્વારા લખાયેલી ‘મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી’નું વિમોચન કરવામાં આવ્યું હતું. જ્યારે જનસામાન્યની અભિવ્યક્તિની મર્યાદા આવે, ત્યારે સાહિત્યકારનો અવાજ બુલંદ થાય છે તેમ તમણે વિમોચન પ્રસંગે જણાવ્યું હતું. વાંચન-અભ્યાસ કરીને ચિંતન કરવાનો અભિગમ કેળવવા ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો.અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પરાડકરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, ઐતિહાસિક ધરોહરો મૂલ્ય વિશેષ છે, તેની મુલાકાત વેળાએ અંતરમનથી અનુભૂતિ કરીએ છીએ.
Site Admin | એપ્રિલ 17, 2025 9:59 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડોક્ટર ખ્યાતિ પુરોહીત દ્વારા લખાયેલી ‘મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી’નું વિમોચન કરવામાં આવ્યું
