મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ એ જ બાબાસાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ હશે. ગાંધીનગરમાં ગઈકાલે ભારત-રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા; તુરી બારોટ સમાજના માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો અને સન્માન સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું.શ્રી પટેલે તુરી બારોટ તુરી બારોટ સમાજના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે સમાજની મૉબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કરી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, અંધકારમય યુગમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી. આજે કોઈ પણ સમાજે પ્રગતિના પંથે આગળ વધવું હોય તો શિક્ષણ સિવાય કોઈ ઉપાય નથી.
Site Admin | એપ્રિલ 15, 2025 9:45 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ એ જ બાબાસાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ
