મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાટક મુક્ત ગુજરાતના નિર્માણ માટે વધુ એક બ્રિજનું આણંદ ખાતે લોકાર્પણ કર્યું છે.આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે, પેટલાદ ખાતે 31 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના નિર્માણથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, મહેળાવ, બાંધણી, પોરડા, વિશ્નોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, શેખડી, ધર્મજ જેવા ગામોની અંદાજિત દોઢ લાખ લોકોને સીધો લાભ મળશે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પેટલાદ અને તેની આસપાસના તાલુકા વિસ્તારના પ્રજાજનોને આ બ્રિજના નિર્માણથી ફાટક રહીત વાહન વ્યવહાર કરવો સરળ બનશે તથા સમય અને નાણાંની બચત થશે.
Site Admin | એપ્રિલ 13, 2025 9:52 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાટક મુક્ત ગુજરાત બનાવવાના નિર્ધાર સાથે વધુ એક બ્રિજનું આણંદ ખાતે લોકાર્પણ કર્યું
