એપ્રિલ 12, 2025 8:45 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આણંદ જિલ્લાની મુલાકાતે આવશે. શ્રી પટેલ પેટલાદ કોલેજ ચોકડી પાસે ૩૧ કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાનમાં લઇ જિલ્લા વિકાસ અધિકારી અધિકારી સુશ્રી દેવહૂતિના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.