એપ્રિલ 4, 2025 7:53 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી “કેચ ધ રેઈન” અભિયાનના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન “કેચ ધ રેઈન”ના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો. આ પ્રસંગે, મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર જળસંચય માટે તમામ પ્રયત્નો કરી રહી છે અને સોસાયટીઓ પણ સરકારની યોજના હેઠળ જળસંચય માટે સ્થાનિક પ્રતિનિધીઓની ગ્રાન્ટની મદદથી જળસંચય કરી શકે છે.
કાર્યક્રમ દરમિયાન, મુખ્યમંત્રીએ લોકોને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.
આજથી ૩૧ મે ૨૦૨૫ સુધી રાજ્યભરમાં આ અભિયાન યોજાશે. જેમાં રાજ્ય સરકારના ૬ જેટલા વિભાગો દ્વારા હયાત તળાવો ઊંડા કરવા-ચેકડેમ ડીસીલ્ટીંગ-નહેરો તથા કાંસની મરામત-સાફ સફાઈ અને જાળવણી તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો લોક ભાગીદારીથી કરવામાં આવશે.