મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકને લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવા દરેક અનુરોધ કર્યો.ગઇકાલે રાજકોટમાં શ્રીનાથધામ હવેલી ખાતેથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે કહ્યું થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી, દવાઓ તેમજ જરૂરી તમામ રિપોર્ટની સુવિધા સરકાર વિનામૂલ્યે આપે છે.શ્રી પટેલે રાજકોટમાં મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તા મંડળના 565 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત તેમણે રાવળ સમાજના 174 પરિવારોને સનદનું વિતરણ કર્યું હતું.
Site Admin | માર્ચ 27, 2025 9:53 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક નાગરિકને લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો.
