મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી પટેલ રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 565 કરોડ 63 લાખ રૂપિયાનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મુખ્યમંત્રી રાજકોટમાં કુલ 183 આવાસોનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરીને લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ શહેર પરિવહન માટેની 25 નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસને લીલીઝંડી આપી રવાના કરશે.મુખ્યમંત્રી હેમુ ગઢવી હોલ ખાતે વિચરતી-વિમુક્ત જાતિના 500થી વધુ લાભાર્થીઓને જમીનના પ્લોટની સનદ વિતરણ કરશે. તેઓ રાજકોટ જિલ્લાના પીપળીયા ખાતે રાવળ સમાજના ૧૭૪ લાભાર્થીઓને પ્લોટની પ્લોટની સનદનું વિતરણ કરશે.દરમિયાન, મુખ્યમંત્રી આજે મોરબી જિલ્લાનાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 26, 2025 9:38 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
