મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરની વિવિધ વિકાસ પરિયોજનાઓની કામગીરીની સમીક્ષા કરી. મહેસાણાના વડનગરમાં ઉચ્ચ સ્તરની બેઠકમાં વડનગર, મોઢેરા સર્કિટ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિકસાવવા અંગે, હેરિટેજ વિસ્તારના વિકાસ કામ, પ્રેરણા શાળા પરિસર,રેલવેમથક વિકાસ અને પરિવહન કેન્દ્ર કીર્તિતોરણ સહિતના વડનગરના દર્શનીય અને પુરાતત્વીય સ્થળના વિકાસની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન શ્રી પટેલ સમક્ષ રજૂ કરાયું હતું. પ્રવાસન વિભાગ દ્વારા 16 જેટલી પરિયોજના પૂર્ણ થઈ અને છ પ્રગતિમાં છે તેમ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
Site Admin | માર્ચ 24, 2025 7:25 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરની વિવિધ વિકાસ પરિયોજનાઓની કામગીરીની સમીક્ષા કરી
