માર્ચ 22, 2025 8:31 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવું તે સરકારનો સંકલ્પ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવું તે સરકારનો સંકલ્પ છે. શ્રી પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલા 100થી વધુ ઉદ્યોગ-વેપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું.બેઠકમાં ઔદ્યોગિક વેપાર વાણિજ્ય સંગઠનોએ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- G.I.D.C. વસાહતના અને ડબલ ટેક્સેશનના પ્રશ્નો, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ- M.S.M.E.ને સિંગલ વિન્ડો સિસ્ટમનો લાભ, એન્વાયરમૅન્ટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, ઉદ્યોગના સ્થળે અકસ્માતના કિસ્સામાં ઉદ્યોગકાર સામે લગાવાતી શિક્ષાત્મક કલમ 304-એ દૂર કરવી, સાણંદ G.I.D.C.માં હૉસ્પિટલ, શાળા, ફાયર સ્ટેશન જેવી પાયાની સુવિધા વધુ સંગીન બનાવવા સહિતના પ્રશ્નો શ્રી પટેલ સમક્ષ રજૂ કર્યા હતા.