માર્ચ 20, 2025 7:25 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વર્ષે જ વધુ 600 વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કા વાર કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વર્ષે જ વધુ 600 વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કા વાર કરાશે. ગાંધીનગર ખાતે જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટના પદે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરતાં શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ પર સમયબદ્ધ અને ઝડપી ભરતી માટે ભરતી કેલેન્ડર બનાવ્યું છે.
શ્રી પટેલે આજે 450થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકારી સેવામાં જોડાઈને લોક સેવાની જે તક મળી છે તેને પદ, પ્રતિષ્ઠા, હોદ્દો કે આર્થિક આધાર તરીકે મુલવવાને બદલે પોતાને સોંપાયેલી કામગીરી પર ફોકસ કરીને ઉજાળીએ.
જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ નવનિમણૂંક પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, તમારે સૌએ રાજ્યના ખેડૂતો સાથે સીધા સંપર્કમાં કામ કરવાનું છે. ત્યારે ખેડૂતો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર જાળવવો અને તેમના નાના મોટા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે એ જ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ.