ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહિતના ચાર અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિના વિતાવ્યા બાદ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુનિતા વિલિયમ્સને અભિનંદન આપી આનંદની લાગણી વ્યકત કરી હતી.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, સુનિતા વિલિયમ્સે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા એ કહ્યું ભારતની દીકરીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ ભારત ભૂમિની દીકરી અને ગુજરાતનું સંતાન છે. દેશ અને ગુજરાતને તેમના પર ગૌરવ છે.
Site Admin | માર્ચ 19, 2025 3:42 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને અભિનંદન આપી આનંદની લાગણી વ્યકત કરી
