માર્ચ 15, 2025 10:38 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 17 માર્ચ સુધી યોજાનારી સમિટમાં અંદાજે બે લાખ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ, સાંસ્કૃતિક કલાકારો અને પ્રેરક વક્તાઓ ભાગ લેશે.
આ સમિટ દરમિયાન એક ખાસ ‘સંત સંમેલન’ પણ યોજાશે, જ્યાં બ્રાહ્મણ સમુદાયના કલ્યાણ માટે ઠરાવો પસાર થવાની અપેક્ષા છે. મુખ્ય આયોજક યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, સમગ્ર કાર્યક્રમ દરમિયાન બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ દ્વારા સંચાલિત 200 સ્ટોલ તેમના ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.