આજે ધુળેટીના અવસરે પ્રાકૃતિક રંગોથી રંગાઈને ઉજવણી કરીએ, તેવી મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી. સાથે જ પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને તેમના જીવનમાં સુખાકારી વધે તેવી પણ આજના પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈદિક હોળીનું પૂજન કરી દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીએ આ પાવન પ્રસંગે પ્રજાજનો માટે પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આપણો દેશ સંસ્કૃતિ સાથે જોડાયેલો દેશ છે. આપણે સૌ એક સાથે મળી આપણી સંસ્કૃતિને સાથે લઈ તહેવારની ઉજવણી કરીએ .
Site Admin | માર્ચ 14, 2025 9:52 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા હતા
