ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આમોદરા ખાતે સાંસદ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આમોદરા ખાતે સાંસદ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થયા હતા.આ સમૂહ લગ્નોત્સવમાં 122 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ પ્રસંગે તેમણે નવ યુગલોને શુભકામનાઓ પાઠવતા સમૂહ લગ્નના આયોજનને બિરદાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનોએ સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે.તેમણે સમૂહ લગ્નોત્સવને સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ ગણાવી હતી. અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શોભના બારૈયા દ્રારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે દિવ- દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલ પટેલ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.