ફેબ્રુવારી 15, 2025 7:38 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે એરંડાના ઉત્પાદન અને નિકાસની સાથે નવી ટેક્નોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રાથમિકતા આપી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે એરંડાના ઉત્પાદન અને નિકાસની સાથે નવી ટેક્નોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રાથમિકતા આપી છે. આજે ગાંધીનગરમાં એરંડાના પાક અને ઉદ્યોગ અંગેની વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે દેશભરમાં ગુજરાત 85 ટકા કરતા વધુ એરંડાનું ઉત્પાદન કરતું રાજ્ય છે.