ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના નવલખી મેદાને ખાતે આયોજીત મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના નવલખી મેદાને ખાતે આયોજીત મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. આ સાથે જ વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક શાળાનું ઉદ્ધાટન કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારીના એક દિવસીય પ્રવાસે જવાના છે. તેઓ જલાલપોરની કરાડી રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે.
અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે સવારે 9 કલાકે શરૂ થનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્ર સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફુલ પાનશેરીયા, ધારાસભ્ય આર. સી. પટેલ, નરેશ પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ શિક્ષણ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.