જાન્યુઆરી 27, 2025 6:51 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ જતી પ્રથમ બસને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી ‘ચલો, કુંભ ચલે’ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ જતી પ્રથમ બસને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી ‘ચલો, કુંભ ચલે’ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામશ્રદ્ધાળુઓને આવકાર્યા હતા અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,  આ વિશેષ બસ સેવાનું ઑનલાઇન બુકિંગ શરૂ થતાનીસાથે જ ગણતરીના કલાકોમાં બુકિંગ ફૂલ થઇ ગયું છે. ગુજરાતના હજુ વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તેમાટે વધુ બસો મૂકવા અંગે નિર્ણય લેવામાં આવશે.