ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 3, 2024 7:54 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી 45.47 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી 45.47 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું હતું. નાગરિકોને એક જ સ્થળેથી તમામ સેવા ઉપલબ્ધ થશે.

આ 32 સિટી સિવિક સેન્ટરના લોકાર્પણના આ દ્વિતીય તબક્કામાં બાલાસિનોર, પાટડી, કપડવંજ, બોટાદ સહિતની નગરપાલિકાનો સમાવેશ થાય છે.

આ સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરા, હૉલ બુકિંગ, વેરા આકારણી અરજી, લગ્ન અને વ્યવસાય વેરાની નોંધણી જન્મ-મરણના દાખલા, ગુમાસ્તાધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ‘વન સ્ટોપ સેન્ટર’ સિટી સિવિક સેન્ટરને ખૂલ્લું મુકાયું હતું. હાલોલ ખાતે શરૂ થનારા આ નાગરિક સુવિધા કેન્દ્રથી શહેરના 80 હજારથી વધુ લોકોને સીધો લાભ મળશે.