ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત રાઈઝિંગ ગુજરાત ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત રાઈઝિંગ ગુજરાત ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે દુનિયાભરમાં જાણીતી બની છે. રાઇઝિંગ ગુજરાત થકી રાઇઝિંગ ભારતના નિર્માણમાં સૌએ સાથે મળીને આગળ વધવાનું છે એમ જણાવીને મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે વિજય દિવસ નિમિતે જવાનોની સેવાઓને બિરદાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંવાદ સત્રોમાં રાજ્ય સરકારના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.