ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાના ૭૯૩ કરોડ ૪૫ લાખ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાના ૭૯૩ કરોડ ૪૫ લાખ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન ૧.૫ BHK ના ૧ હજાર ૧૦ આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ કરવામાં આવશે.
આ અંગે આજે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન અને સૂચના અપાઈ હતી