ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે 2 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. શ્રી પટેલના હસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘2 વર્ષ: સેવા, સંકલ્પ અને સમર્પણ’ના પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાશે. આજના દિવસની ઉજવણી પ્રસંગે “ગ્યાન” એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિને લગતા વિકાસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની બીજી ટર્મની ધૂરા 12મી ડિસેમ્બર 2022માં સંભાળી હતી.. ત્યારે આજે આ શાસનકાળને બે વર્ષ પૂર્ણ થયા છે.. આ નિમિત્તે પ્રજાકિય કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ થશે.. આ ઉપરાંત ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના વિભાગોમાં 600 યુવાઓને નિમણૂક પત્રો એનાયત કરાશે. ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન, વેલ્યુએડિશન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા FPOને મુખ્યમંત્રી સંવાદ કાર્યક્રમ યોજીને માર્ગદર્શન આપશે. સાંજે ૩૦૦ જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે અમદાવાદમાં આઈ-હબ ખાતે વાતચીત કરશે.