ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી.ગાંધીનગરમાં આજે સવારે યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.જેમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી, ડીએપી ખાતર અને બાકી રહેલા કૃષિ રાહત પેકેજ,પીએમજેએવાય માં નવી એસઓપી તથા ખ્યાતિ કાંડની તપાસ સહિતના વિષયો ઉપર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતા છે.આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થઇ હોવાની સત્તાવાર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.