ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 11, 2024 4:41 પી એમ(PM) | ભૂપેન્દ્ર પટેલે

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસ્તે આજે અમદાવાદ ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’ કાર્યક્રમનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસ્તે આજે અમદાવાદ ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’ કાર્યક્રમનો શુભારંભ કર્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુણવત્તાભર સેવા-સુવિધાઓ સાથે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત હવે વેપાર અને રોકાણ માટે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે.
તેમણે યોજનાકીય લાભોને મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોમાં ગુણવત્તાનું પાસું જોડી નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ 5G ગુજરાત એટલે કે,‘ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત’માં ગુણવત્તાનો G જોડીને ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવા માટે સહિયારા પ્રયાસોથી ગુણવત્તા સંકલ્પ સાકાર કરવા આહવાન કર્યું હતું તેમજ ગુણવત્તાયુક્ત વિકાસ માટેનો રોડમેપ નક્કી કરતા આ કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
ગુણવત્તા સંકલ્પનો હેતુ ગુણવત્તાસભર પહેલો દ્વારા સરકારની પહેલને ટેકો આપવાનો, જમીની સ્તર પર ગુણવત્તા સ્થાપિત કરવાનો, સંબંધિત હિતધારકોને એક મંચ પર લાવવાનો છે. આ કાર્યક્રમમાં શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ, એમએસએમઇ, આરોગ્ય, પર્યટન, સંસ્કૃતિ અને રમતગમત, સામાજિક વિકાસ અને ઇ કોમર્સ પર ભાર મૂકવામાં આવશે.