ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.
રાજ્યમાં પૂરની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા રાહત-બચાવ કામગીરી માટે આર્મીની 6 કોલમ ક્રમશ: દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં તૈનાત કરાઈ છે. આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવ કામમાં જોડાયેલી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23 હજાર 871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1 હજાર 696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.