મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. આવતીકાલે ગણેશ ચતુર્થની રજા હોવાના કારણે આજે સાંજે પાંચ વાગે કેબિનેટ બેઠક મળશે.
આ બેઠકમાં રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાશે. પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત બાદના કામો અને સૂચનોથી કેબિનેટને મુખ્યમંત્રી માહિતગાર કરશે તેવી શક્યતા છે. આ ઉપરાંત આગામી વિધાનસભાના ચોમાસુ સત્રની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 26, 2025 3:20 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે.